આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની ૧૦૦ ટકા બેઠકો એટલે કે સરકારી કવોટા (GQ), મેનેજમેન્ટ ક્વોટા (MQ) અને એન આર આઈ ક્વોટા (NQ) ની બેઠકો તેમજ સ્વનિર્ભર આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોની ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટા (AQ) ની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરીટના ધોરણે ઓનલાઈન પદ્ધતિથી ફક્ત અને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જેની સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.વધુમાં જણાવવાનું કે ગુજરાત રાજ્યની તમામ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજોની મંજુર કરેલ બેઠકો અને ટ્યુશન ફીની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ https://www.medadmgujarat.org/ug/home.aspx પર ઉપલબ્ધ છે.[The Admission Committee informs that entire process of admission for 100% seats of all Medical, Dental, Ayurveda and Homeopathy Undergraduate colleges of Gujarat State i.e. Government Quota (GQ), Management Quota (MQ) and NRI Quota (NQ) seats including 15% All India Quota (AQ) seats of self-financed Ayurved and Homeopathy Undergraduate colleges is conducted on merit basis through online mode solely and exclusively by the Admission Committee. All students and parents are informed to take note of this.It is further stated that information about sanctioned seats and tuition fees of all Medical, Dental, Ayurved and Homeopathy Undergraduate colleges of Gujarat state is available on admission committee website https://www.medadmgujarat.org/ug/home.aspx ]
સૂચના [Notice] 26-Jul-2024

Information for OCI Candidates [26-Jul-2024]

    નામદાર સુપ્રિમ કોર્ટ, ન્યુ દિલ્હી ના Writ Petition (C) No.891 of 2021 ના તા.૦૩/૦૨/૨૦૨૩ ના ચુકાદા મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ તથા તે પછી ના વર્ષો માટે OCI કાર્ડ હોલ્ડર ઉમેદવારોને NRI Quota, Management Quota તથા Government Quota માં એડમિશન મળી શકશે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર ના હાલના નિયમ મુજબ Government Quota અને Management Quota માં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે પ્રવેશ નિયમો મુજબ ધોરણ: ૧૦ તથા ધોરણ: ૧૨ ગુજરાત રાજ્ય સ્થિત શાળામાંથી પાસ થયેલ હોવો જોઈએ તથા વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યમાં થયેલ હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યના ડોમિસાઈલ હોવા જોઈએ. [According to the judgment dated February 3, 2023, in Writ Petition (C) No. 891 of 2021 by the Hon'ble Supreme Court of India, OCI card holders are eligible for NRI Quota, Management Quota and Government Quota for the academic year 2023-24 and subsequent years, However, under current Gujarat State Government regulations, to qualify for admission under the Government Quota and Management Quota, candidates must have completed their Class 10 and Class 12 education at schools within Gujarat as per Admission Rules and either be born in Gujarat or be domicile of Gujarat.]